લોન લેવાના નિયમો
લોન કોણ લઈ શકે, વ્યાજ કેટલું, હપ્તા કેવી રીતે અને સાક્ષીના નિયમો — બધું એક જ જગ્યાએ.
10%
વ્યાજ અગાઉથી કાપ
1
એક સમયે એક લોન
3 મહિના
સાક્ષી નિયમ
લોન લેવાની રીત
5 સરળ પગલાં
-
1
લાયકાત તપાસો
ચાલુ લોન નથી અને છેલ્લા 3 મહિનામાં સાક્ષી બન્યા નથી
-
2
સાક્ષી પસંદ કરો
મંડળના સક્રિય અને લાયક સભ્ય
-
3
કરાર પર સહી
લોન લેનાર, સાક્ષી અને મંડળ
-
4
રકમ મેળવો
10% વ્યાજ કાપીને બાકીની રકમ હાથમાં
-
5
દર મહિને EMI
પછીના મહિનાથી હપ્તા શરૂ
EMI ગણતરી
રકમ અને મહિના નાખો, હિસાબ તરત જુઓ
વ્યાજ (10% કાપ)
હાથમાં મળશે
માસિક હપ્તો (EMI)
હપ્તામાં કુલ પરત
* આ ફક્ત અંદાજિત ગણતરી છે. છેલ્લા હપ્તામાં રાઉન્ડિંગ મુજબ થોડો ફેરફાર થઈ શકે છે.
વિભાગ 1
લોન કોણ લઈ શકે?
-
1
ફક્ત મંડળના સક્રિય સભ્ય જ લોન લઈ શકે છે.
-
2
એક સભ્યની એક સમયે એક જ ચાલુ લોન હોઈ શકે. નવી લોન માટે જૂની લોન પૂરી ભરવી જરૂરી છે.
-
3
જો તમે છેલ્લા 3 મહિનામાં કોઈની લોનમાં સાક્ષી બન્યા હો, તો તે 3 મહિના પૂરા થયા પછી જ તમે પોતે લોન લઈ શકો.
વિભાગ 2
વ્યાજ
-
1
લોન પર 10% વ્યાજ છે, જે લોન આપતી વખતે જ અગાઉથી કાપી લેવામાં આવે છે.
-
2
એટલે ₹10,000ની લોનમાં હાથમાં ₹9,000 મળશે, અને હપ્તામાં પૂરા ₹10,000 પરત ભરવાના રહેશે.
-
3
હપ્તા ભરતી વખતે કોઈ વધારાનું વ્યાજ લાગતું નથી — દર મહિને ફક્ત મૂળ રકમનો હપ્તો ભરવાનો હોય છે.
વિભાગ 3
હપ્તા (EMI)
-
1
લોનની રકમ મહિનાઓમાં સરખા ભાગે વહેંચાય છે: EMI = લોન રકમ ÷ મહિના.
-
2
લોન ઓછામાં ઓછા 2 મહિનાની મુદત માટે આપવામાં આવે છે.
-
3
પહેલો હપ્તો લોન લીધાના પછીના મહિનાથી શરૂ થાય છે. ત્યાર પછી દર મહિને એક હપ્તો ભરવાનો રહેશે.
-
4
દરેક હપ્તાની નોંધ થાય છે અને તેની જાણ WhatsApp પર મોકલવામાં આવે છે.
-
5
લોનની છેલ્લી તારીખ = લોન તારીખ + મુદત. ત્યાં સુધીમાં લોન પૂરી ન થાય તો લોન મુદત વીતેલી (Overdue) ગણાશે.
-
6
સમયસર હપ્તો ન ભરવા પર મંડળ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.
હપ્તો સમયસર ભરશો તો જ બીજા સભ્યોને પણ સમયસર લોન મળી શકશે.
વિભાગ 4
સાક્ષી
-
1
સાક્ષી મંડળના સક્રિય સભ્ય હોવા જોઈએ.
-
2
લોન લેનાર પોતે પોતાના સાક્ષી બની શકે નહીં, અને એક જ વ્યક્તિ એક લોનમાં બે વાર સાક્ષી ન બની શકે.
-
3
જેની પોતાની ચાલુ લોન હોય તે સાક્ષી બની શકે નહીં.
-
4
સાક્ષી બન્યા પછી 3 મહિના સુધી તે સભ્ય બીજી લોનમાં સાક્ષી બની શકે નહીં અને પોતે લોન પણ લઈ શકે નહીં.
-
5
સાક્ષીએ લોન કરાર પર સહી કરવાની રહેશે.
વિભાગ 5
લોન વહેલી પૂરી કરવી
-
1
બાકી રકમ એકસાથે ભરીને લોન મુદત પહેલાં પૂરી કરી શકાય છે.
-
2
ત્યારે વ્યાજ લોન રાખ્યાના સમય મુજબ ફરી ગણી શકાય છે. વ્યાજમાં ફેરફાર થાય તો તફાવત છેલ્લી ચુકવણીમાં સરભર થાય છે.
-
3
ચાલુ લોન સાથે મંડળ છોડો તો વ્યાજ દર મહિને 1% (ઓછામાં ઓછો 1 મહિનો) ગણાય છે, અને બાકી રકમ તમારી બચતમાંથી સરભર થાય છે.
વિભાગ 6
લોન કરાર
-
1
દરેક લોન માટે ઋણ કરાર પત્ર બને છે, જેમાં લોન રકમ, વ્યાજ, EMI અને હપ્તાની આખી યાદી હોય છે.
-
2
કરાર પર લોન લેનાર (ફોટો સાથે), સાક્ષી અને મંડળના અધિકૃત વ્યક્તિની સહી થાય છે.
-
3
લોનનો હેતુ (જેમ કે દવાખાનું, ખેતી, ધંધો) કરારમાં લખી શકાય છે.
-
4
મંડળની સમિતિ જરૂર પ્રમાણે લોનની શરતોમાં ફેરફાર કરી શકે છે.
મંડળના નિયમો
બચત, ફંડ, હિસાબ અને મંડળ છોડવાના નિયમો